ઉલ્લેખનીય છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ આપ્યો હતો કે મંત્રાલયનુ નામ બદલીને શિક્ષા મંત્રાલય કરવામાં આવે.બેઠકમાં કેબીનેટે આ ફેસલાને મંજુરી આપી હતી સાથે સાથે નવી શિક્ષણ નીતિને પણ સ્વીકૃતિ આપવામાં આવી હતી. આ ફેસલાની સાથે સાથે પુરા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ નિયામક સંસ્થા હશે. જેથી આ વ્યવસ્થાઓ સમાપ્ત થઈ જશે.
રાષ્ટ્રીય સુરક્ષા નીતિનું નિર્માણ 1986 માં કરવામા આવ્યું હતું અને 1992 માં તેમાં કેટલાંક ફેરફારો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણ દાયકા સુધી તેમાં કોઈ ફેરફાર નહોતો કરાયો. નવી શિક્ષણ નીતિમાં અલગ અલગ ભાષાઓનું જ્ઞાન, 21 મી સદીનાં હિસાબે સ્કીલ કણ અને વાતાવરણ સાથે સંકળાયેલા મુદા સામેલ કરવામાં આવશે.
નવી શિક્ષણ નીતિમાં શિક્ષણનો અધિકાર કાયદાના દાયરાને વ્યાપક બનાવાયો છે.હવે 3 વર્ષથી 18 વર્ષનાં બાળકોને શિક્ષણનો અધિકાર કાનુન 2009 ની અંદર લાવવામાં આવશે હવે કલા, સંગીત, શિલ્પ, યોગ સામુહીક સેવા સહીતનાં વિષયો પાઠય ક્રમમાં સામેલ કરાશે. અને તે સહાયક કે વધારાપનુ વિષયોમાં સામેલ નહિં કરાય. પાઠય ક્રમાંક ભારતીય જ્ઞાન પ્રકૃતિઓને પરંપરા સંસ્કૃતિને સામેલ કરવા ભલામણ કરાઈ છે.