ખેડૂતોનું લેણું માફ

14th , December 2018

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં
ખેડૂતોનું લેણું માફ થઈ જ જશે

 - રાહુલ ગાંધીએ જણાવ્યું 

નવી દિલ્હી 
      મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં થોડા દિવસોમાં ખેડૂતોનું લેણું માફ થઈ જ જશે તેમ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું છે.
     ખેડૂતોનું લેણું માફ કરવા અને ખેડૂતોની આત્મહત્યા જેવા મુદ્દા ચૂંટણી દરમિયાન ગાજતા હોય છે. તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા પૈકી ત્રણમાં કોંગ્રેસ સત્તા હાંસલ કરતા હવે ચૂંટણી દરમિયાન ખેડૂતોના લેના માફ કરવાનું વચન સૌ યાદ અપાવી રહેલ છે. 
     ચૂંટણી પ્રચાર સભા દરમિયાન સત્તામાં આવતા 10 દિવસમાજ આ કરજ માફ કરીશું, તે બાબતે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ આજે પત્રકારોને  જણાવેલ કે અમે આપેલું વચન પાળવાના જ છીએ અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં થોડા દિવસોમાં જ  લેણું માફ થઈ જશે