કલંકિત નેતાઓ ઉપર પ્રતિબંધ

સજા હેઠળના સાંસદો અને ધારાસભ્યોને ચૂંટણી લડવાની મંજૂરી  મળવી જોઇએ નહીં

ચૂંટણી પંચે કલંકિત નેતાઓ ચૂંટણી લડવા ઉપર આજીવન પ્રતિબંધની તરફેણ કરી

નવી દિલ્હી,તા. ૧ : 

    સર્વોચ્ચ અદાલતમાં ચૂંટણી પંચે કલંકિત નેતાઓમાં સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી લડવા ઉપર આજીવન પ્રતિબંધ મુકવાની તરફેણ કરી છે. ચૂંટણીપંચે આજે એક અરજી દાખલ કરી હતી. જેના ઉપર સુનાવણી દરમિયાન પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, સજા હેઠળના સાંસદો અને ધારાસભ્યોને ચૂંટણી લડવાની મંજૂરી મળવી જોઇએ નહીં.

      સર્વોચ્ચ અદાલત પણ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને  વિશેષ અદાલતમાં મામલે સુનાવણીની વાત કરી હતી. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, કલંકિત નેતાઓ સુનાવણી મામલે વિશેષ અદાલત બનાવવાની જરૂર છે. આમા કેટલો સમય લાગશે અને કેટલા નાણાની જરૂર પડશે તે છ સપ્તાહની અંદર દર્શાવવા માટે પણ સર્વોચ્ચ અદાલતે  કહ્યું હતું. પહેલા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, અમે  વિશેષ અદાલત માટે તૈયાર છીએ પરંતુ આ રાજ્યોનો મામલો છે. આના પર સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, કેન્દ્રીય યોજના હેઠળ ખાસ અદાલત રચવા કેટલું ભંડોળ જરૂરી થશે? તે અંગે જવાબ આપવાની જરૂર છે.

       ચૂંટણીપંચે આજે એક અરજી દાખલ કરી હતી. જેના ઉપર સુનાવણી દરમિયાન પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, સજા હેઠળના સાંસદો અને ધારાસભ્યોને ચૂંટણી લડવાની  મંજૂરી મળવી જોઇએ નહીં. સર્વોચ્ચ અદાલતમાં ચૂંટણી પંચે કલંકિત નેતાઓમાં સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી લડવા ઉપર આજીવન પ્રતિબંધ મુકવાની તરફેણ કરી છે.આથી સ્થાનિકથી રાષ્ટ્રીય કક્ષા સુધીના કલંકિત નેતા પકડમાં આવી શકશે.

   મામલાની સુનાવણી કરતી વેળા અદાલતે અરજીદારોને પણ ફટકાર લગાવી હતી. હતું કે,સર્વોચ્ચ અદાલતે  વિશેષ અદાલતમાં ઝડપથી કાર્યવાહી ચાલશે. કેન્દ્રને કેટલો ખર્ચ થશે તે અંગે માહિતી આપવા માટે સર્વોચ્ચ અદાલતે  કહ્યું હતું. કેટલો ખર્ચ થશે તે અંગે માહિતી મળ્યા બાદ અને ખાસ અદાલત બનવાને લઇને ચિત્ર સ્પષ્ટ થયા પછી જજની નિમણૂંક અને માળખું કઇ રીતે બનશે તે અંગે અદાલત ધ્યાન આપશે. અદાલતે  અરજીદારોને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, કોઇપણ પ્રકારના આંકડા ન હોવા છતાં અરજી કેમ કરવામાં આવી છે. માત્ર કાગળ ઉપર જ ચુકાદો આપવામાં આવે તેવી ઇચ્છા અરજીદારો દ્વારા દર્શાવવામાં આવી છે. ભારતમાં રાજનીતિનું અપરાધીકરણ થયું છે તે અંગે આંકડાકીય માહિતી નથી. સર્વોચ્ચ અદાલતમાં આ અરજી પર મંગળવારના દિવસે પણ જોરદાર દલીલો થઇ હતી. સર્વોચ્ચ અદાલતે અપરાધિક મામલાઓમાં નેતાઓને દોષિત ઠેરવવાના દર અંગે માહિતી માંગી હતી. સર્વોચ્ચ અદાલતે  પ્રશ્ન પણ કર્યો હતો કે, તેમની સામે ફરિયાદની સુનાવણી એક વર્ષની અંદર પૂર્ણ કરવાને લઇને તેમના આદેશો ઉપર અમલીકરણ થઇ રહ્યું છે કે કેમ તે પણ પ્રશ્ન છે.ન્યાયમૂર્તિ જસ્ટિસ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ નવીન સિંહાની બે સભ્યોની પીઠે કહ્યું હતું કે, અપરાધિક મામલાઓમાં રાજકીય વ્યક્તિઓને અપરાધી જાહેર કરવાનો દર એક નવો દાખલો બેસાડશે. પીઠે કહ્યું હતું કે, દોષિત જાહેર કરવામાં આવેલાઓનો દર શું છે. સર્વોચ્ચ અદાલતે દોષિત ઠેરવવામાં આવેલા રાજનીતિના લોકોને સજા પુરી થયા બાદ છ વર્ષ માટે ચૂંટણી લડવાને લઇને અયોગ્ય જાહેર કરવાના જનપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરવા માટે વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી ઉપર સુનાવણી વેળા આ મુજબની વાત કરી હતી.આ મામલામાં કેન્દ્રએ સોગંદનામા દ્વારા કહ્યું કે, સાંસદો અને ધારાસભ્યોને દોષિત ઠેરવવાની સ્થિતિમાં તેમના ઉપર આજીવન પ્રતિબંધ લગાવવાની અરજી  વિચારણા યોગ્ય નથી.