ગંગા સત્યાગ્રહ સામૂહિક ઉપવાસ
જલપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીના નેતૃત્વમાં
ગંગા સત્યાગ્રહના સમર્થનમાં દેશ દુનિયામાં સામૂહિક ઉપવાસ થયા
ઈશ્વરિયા સોમવાર તા.10-08-2020
સ્વામી શ્રી સાનંદજીના સાતત્ય સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી દ્વારા ગંગા નદીના વ્યાપક અભિયાનના ગંગા સત્યાગ્રહના સમર્થનમાં જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીના નેતૃત્વમાં દેશ અને દુનિયામાં સામુહિક ઉપવાસ થયા.
ભારતવર્ષની પવિત્ર ગંગા મૈયાના શુદ્ધિકરણ અને મુક્ત પ્રવાહિત રાખવાના હેતુથી કેટલાયે વર્ષોથી ગંગા સત્યાગ્રહ ચાલી રહેલ છે. આજે તારીખ 10ના દિવસે જલપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીના નેતૃત્વમાં સામુહિક રીતે દેશ અને દુનિયામાં જળ અને પર્યાવરણ કાર્યકર્તાઓ દ્વારા સામુહિક ઉપવાસ થયા.
સ્વામી શ્રી સાનંદજીના સાતત્ય સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતીજીના આ ગંગા સત્યાગ્રહના સમર્થનમાં દેશના વિભિન્ન સ્થાનો અને વિદેશમાં પણ કાર્યકર્તાઓએ ઉપવાસ કર્યા છે.
શ્રી રાજેન્દ્રસિંહજીના જણાવ્યા મુજબ અલવરમાં તેમની સાથે સ્થાનિક કાર્યકર્તાઓ જોડાયા હતા જ્યારે દુનિયાના અન્ય ભાગોમાં યુ.કે.માં ફિલિપ, ફ્રાન્સમાં ઈડિટ, ટમેરામાં માર્ટિન, લંડનમાં મીની જૈન, યુ.એસ.માં ઈથન, સ્વિડનમાં ઋષભ ખન્ના તથા સુનિતા જ્યારે ભારતમાં વિભિન્ન 108 જેટલા સ્થાનોમાં પોતાના ઘર કે સંસ્થાઓમાં રહી ગંગા ઉપવાસ કર્યા છે.
રાજેન્દ્રસિંહજીએ કેન્દ્ર સરકારના ગંગા શુદ્ધિકરણના કાર્યથી નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે, હજારો કરોડ રૂપિયા ખર્ચાવા છતાં ગંગા બિમાર જ રહી છે, તેની માંદગી દૂર થઈ નથી. માં ગંગાને ત્રણ બિમારી લાગી છે. એક તેની જમીન પર થયેલું અતિક્રમણ, બે તેના પ્રવાહ પર ખનન તથા પ્રવાહ અટકાવતા બંધાયેલા બંધો અને ત્રીજી ઉદ્યોગો દ્વારા છોડાતું પ્રદુષણ. જો આ બિમારીનો ઈલાજ કરવામાં નહિ આવે તો આવનારી પેઢી માફ નહિ કરે.
ગંગા નદીની નિર્મળતા અને અવિરલતા માટે ગંગા સત્યાગ્રહ માટે દેશમાં 108થી વધુ સ્થાનો પર ઉપવાસ કરાયા. સ્વામી શ્રી સાનંદજીના સાતત્યમાં 3 ઓગષ્ટથી શરૂ થયેલા અને સ્વામી શ્રી શિવાનંદજીના આમરણ અનશન સાથે ગંગા સત્યાગ્રહમાં આજે આ ઉપવાસ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે પ્રાધ્યાપક શ્રી અગ્રવાલજીએ આમરણ અનશન કરી માં ગંગાની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું છે. સ્વામી શ્રી નગનાથજીએ પણ વારાણસીમાં પ્રાણનું બલિદાન આપેલું છે.
જલપુરુષના નેતૃત્વમાં આજના ઉપવાસ સાથે કાર્યકર્તાઓની એ માંગણી રહેલી છે કે, સ્વામી શ્રી સનંદજી દ્વારા ગંગાજી માટે રહેલી રજૂઆતને સંતોષવામાં આવે. ગંગા માટે એક ભક્ત પરિષદ બને. સરકારે જે લેખિત આપેલું છે, તેનું પાલન થઈ રહ્યું. આ માટે ગંગા ભક્ત પરિષદની આવશ્યકતા રહેલી છે. ખનન અને બંધ બાંધવાની જરૂર હોય તો ઉપરી ધારાઓમાં બાંધવામાં આવે. 20 માર્ચના દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવતે પણ કેટલાક કામ ત્રણ ચાર દીવસમાં જ કરી લેવાશે તેવી ખાતરી આપી હતી, પરંતુ કશું થયું નથી. આ માટે જ આ ઉપવાસ ઉપક્રમ રખાયો છે, હવે તે આંદોલન લડત રોકવામાં નહિ આવે. અગાઉ વચનો આપી ઉપવાસ લડત તોડી નાખવામાં આવેલ છે, જે હવે નહિ બને.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારત સરકારને એવી તાકીદ પણ કરી છે કે, સ્વાસ્મી નિગમાનંદજી અને સ્વામી સાનંદજીની સાથે જે ઘટ્યું તે અન્ય ત્રીજી દજી વ્યક્તિ સાથે ન કરવું પડે. આમ, આવા હેતુથી ગંગા બચાવવાના માટે ચેતના ઉભી કરવા આ ઉપવાસ રખાયા છે, જેની ગૂંજ હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ શરૂ થઈ છે.