રાષ્ટ્રપતિ ભવન ખુલ્લું રહેશે

ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર

રાષ્ટ્રપતિ ભવન જાહેર જનતા માટે

અઠવાડિયામાં દિવસ ખુલ્લું રહેશે

નવી દિલ્હી

     રાષ્ટ્રપતિ ભવન હવે જાહેર જનતા માટે અઠવાડિયામાં દિવસ ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે ખુલ્લુ રહેશે. ૨૩ નવેમ્બર ૨૦૧૭થી જાહેર રજા સિવાય સવારે  કલાક થી સાંજે કલાક સુધી જાહેર જનતા માટે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ ચાલુ રહેશે.

     રાષ્ટ્રપતિ ભવન જોવા માટે આવનારા વ્યક્તિ ભવનનાદરવાજા ૨ (રાજપથ), દરવાજા ૩૭ (હુક્મીભાઈ માર્ગ) અને દરવાજા ૩૮ (ચર્ચ)થી પ્રવેશ અને નિકાસ કરી શકશે.

    રાષ્ટ્રપતિ ભવન જોવા માટે  http://rashtrapatisachivalaya.gov.in/rbtour પર નોંધણી પણ કરી શકાય છે. ભવન જોવા માટે 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ લઘુત્તમ નોંધણી શુલ્ક છે. ( વર્ષ થી ઓછી ઉંમરવાળા બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે.) ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ માટે પોતાનું ઓળખપત્ર આવશ્યક છે. વિદેશી નાગરિકોને પ્રવેશ સમયે પોતાનો મૂળ પાસપોર્ટ બતાવવો પડશે.

     રાષ્ટ્રપતિ ભવન જોવા ઈચ્છતા લોકો વહીવટી એકમના સંપર્ક 011-23013287, 23015321 (એક્ષટેન્શન 4662, ફેક્સ .11-23015246)  reception-officer@rb.nic પર કોઈપણ રીતે જાણકારી અને સહાયતા માટે સંપર્ક કરી શકે છે.