કોરોના સામેની લડાઇ - વાયુ સેના પરિવહન

કોરોના વાયરસ સામેની લડાઇ
વાયુ સેના દ્વારા રાજ્ય સરકારો માટે તબીબી પુરવઠાનું ઝડપી પરિવહન 

નવી દિલ્લી 

નોવલ કોરોના વાયરસ સામે દેશ લડી રહ્યો છે ત્યારે ભારતીય વાયુ સેના દ્વારા રાજ્ય સરકારોને તબીબી પૂરવઠો પહોંચાડવા માટે માલસામાનનું ઝડપી પરિવહન કરાઈ રહેલ છે.

ભારતીય  વાયુ સેનાએ દ્વારા કોરોના બિમારીના ફેલાવાને અસરકારક અને કાર્યદક્ષ રીતે નિયંત્રણમાં લાવવા માટે વિવિધ એજન્સીઓને સાથ આપીને તબીબી સામગ્રીના પરિવહન દ્વારા આ લડાઇમાં પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસમાં ભારતીય વાયુ સેનાએ પોતાના નિર્ધારિત સ્થાનથી  પૂર્વોત્તરમાં મણીપૂર, નાગાલેન્ડ અને ગંગટોક પ્રદેશો સુધી તેમજ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવશ્યક તબીબી વસ્તુઓનો પૂરવઠો સ્થાનાંતરિત કર્યો છે. આ ઉપરાંત An-32 એરક્રાફ્ટ દ્વારા ચેન્નઇથી ભૂવનેશ્વર સુધી ICMRના 3500 કિલો તબીબી ઉપકરણોના જથ્થાને પહોંચાડવામાં આવ્યો હતો. ઓરિસ્સામાં તબીબી પરીક્ષણ માટે ખાસ ઉપકરણ સાધનો અને અન્ય સુવિધા ઉભી કરવા માટે જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો.

ભારતીય વાયુ સેનાએ કોવિડ-19 સામેની લડાઇમાં સક્રીયપણે સહાયક કામગીરીના ભાગરૂપે તબીબી પૂરવઠા અને ઉપકરણો ટૂંકા સમયમાં જ વાયુ માર્ગે પહોંચાડવા ખાસ વિમાનો તૈયાર છે.

તસવીર સૌજન્ય : ભારતીય વાયુ સેના