ભારતની જનસંખ્યા એક મોટું વસતિવિષયક લાભાંશ બળ
અર્થવ્યવસ્થાના સર્વોત્તમ ક્ષેત્રોમાં વધારે કુશળ કાર્યબળની આવશ્યકતા પડશે - કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા
નવી દિલ્હી સોમવાર
ભારતની જનસંખ્યા તેનું એક મોટું વસતિવિષયક લાભાંશ બળ છે. વિશ્વમાં કોઈપણ દેશની તુલનામાં ભારતને તેનો સૌથી વધુ લાભ મળ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થાના સર્વોત્તમ ક્ષેત્રોમાં વર્તમાન સમય કરતા ઘણા વધારે કુશળ કાર્યબળની આવશ્યકતા પડશે. દેશની 60 ટકા થી વધુ વસતિ યુવા કામદારોની છે. તેમ કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા માર્ગ પરિવહન, રાજમાર્ગ અને રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે એક નિવેદનમાં આ મુજબ જણાવ્યું હતું.
નજીકના ભવિષ્યમાં ભારતીય અર્થવ્યવસ્થાના સર્વોત્તમ ક્ષેત્રોમાં વર્તમાન સમય કરતા ઘણા વધારે કુશળ કાર્યબળની આવશ્યકતા પડશે. એવામાં અર્થવ્યવસ્થાના સતત વિકાસ માટે આપણા કાર્યબળને વધુ કુશળ અને જ્ઞાન સંપન્ન બનાવવા દેશ માટે એક અવસર અને પડકાર બંને છે. તેમ શ્રી માંડવિયાએ કહ્યું. ભારતની જનસંખ્યા તેનું એક મોટું વસતિવિષયક લાભાંશ બળ છે. વિશ્વમાં કોઈપણ દેશની તુલનામાં ભારતને તેનો સૌથી વધુ લાભ મળ્યો છે. દેશની 60 ટકા થી વધુ વસતિ યુવા કામદારોની છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ વાતને ધ્યાનમાં રાખતા સ્કીલ ઈન્ડિયા અભિયાનને એક મિશનના રૂપમાં લીધું છે અને તેના માધ્યમથી દેશના યુવાઓનું કૌશલ્ય વિકાસ અને વસતિવિષયક લાભાંશ બળનો સર્વાધિક ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે.
શ્રી માંડવિયાએ કહ્યું કે મંત્રાલયના રસાયણ અને પેટ્રોકેમિકલ વિભાગે પ્લાસ્ટિક એન્જીનીયરીંગ તેમજ ટેકનોલોજી સંસ્થાન (CIPET)ના માધ્યમથી કેટલાક ખાસ ક્ષેત્રોમાં દક્ષ કાર્યબળ તૈયાર કરવામાં ઘણી પ્રગતિ કરી છે અને દેશભરમાં ભારતીય યુવાનો માટે રોજગારની તકો ઉપલબ્ધ કરાવી છે. ૨૦૧૪ બાદથી દેશભરમાં CIPET કેન્દ્રોની સંખ્યામાં ઘણી વૃદ્ધિ થઈ છે. એવા કેન્દ્રોની સંખ્યા અત્યારે ૨૩ થી વધીને ૩૯ થઈ ચૂકી છે. CIPET, પ્લાસ્ટિક એન્જીનીયરીંગ અને પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં લઘુ તેમજ લાંબાગાળાના પાઠ્યક્રમો સંચાલિત કરી રહ્યું છે. જેમાં અનુસ્નાતક, સ્નાતક અને ડિપ્લોમાં અભ્યાસક્રમનો પણ સમાવેશ થાય છે. ગત ૪ વર્ષોમાં CIPET એ લગભગ ૬.૪ લાખ યુવાનોને કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ આપ્યું છે અને તેમાંથી લગભગ ૫.૮ લાખને પ્લાસ્ટિક અને તેની સાથે જોડાયેલા ઉદ્યોગોમાં રોજગારી ઉપલબ્ધ કરાવી છે.