આખરે ઊર્જિત પટેલે રિઝર્વ બેન્કમાંથી રાજીનામુ ધરી દીધું
પોતાના અંગત કારણે પગલું લીધાનું નિવેદન
નવી દિલ્હી
કેટલાક સમયથી રાજકીય વાદ વિવાદ અને દબાણોની વાત વચ્ચે આખરે ઊર્જિત પટેલે રિઝર્વ બેન્કમાંથી તાત્કાલિક રીતે અમલી બને તે રીતે રાજીનામું આપ્યું છે જો કે પોતાના અંગત કારણે પગલું લીધાનું નિવેદન કરાયું છે.
રિઝર્વ બેંક અને ઊર્જિત પટેલ સાથે રાજકીય દબાણોની ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી તે દરમિયાન રાજકીય વાદ વિવાદ અને દબાણોની વાત વચ્ચે આખરે આજે રાજીનામુ આપવામાં આવ્યાનું સમજાય છે, પરંતુ પોતે હાલ આ વાત નકારી રહ્યા છે. રિઝર્વ બેન્કની વેબસાઈટ ઉપર તેમના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. પોતાના અંગત કારણે પગલું લીધાનું નિવેદન કરાયું છે.
વર્તમાન સ્થિતિ સાથે તાત્કાલિક જ અમલમાં આવે તેમ જણાવી આ રાજીનામુ આપી દેવાયું છે.ઉર્જિત પટેલે નિવેદનમાં કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સેવા કરવાની તેમને તક મળી હતી તેને લઈને ગર્વની લાગણી અનુભવ કરે છે. આ ગાળા દરમિયાન સંપૂર્ણ ક્ષમતા સાથે કામગીરી અદા કરી હતી. બેંક સાથી કર્મચારી, અધિકારીઓ દ્વારા કઠોર કામને સમર્થન આપ્યું હતું. તાજેતરના વર્ષોમાં બેન્કે અનેક ઉલ્લેખનિય સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું હતું કે તેમના સાથીઓનો આભાર માનવા માટે પણ તેઓ ઈચ્છુક છે. સાથે સાથે ભાવિ માટે પણ તેમને શુભેચ્છા પાઠવે છે. નિવેદનમાં ઉર્જિત પટેલે કહ્યું હતું કે રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે કામગીરી અદા કરીને તેઓ સન્માની લાગણી અનુભવી રહ્યા છે.
ત્રણ વર્ષની અવધિ માટે સપ્ટેમ્બર ૨૦૧૬માં ૨૪માં ગવર્નર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. તેમની અવધિ ૨૦૧૯માં પુરી થઈ રહી હતી.