અયોધ્યામાં મંદિર શિલાન્યાસ

રામમંદિર આપણી સંસ્કૃતિની આધુનિકતાનું પ્રતીક બનશે

અયોધ્યામાં રામ રાજાની જન્મભૂમિ પર શિલાન્યાસ કરતા રાષ્ટ્ર પ્રધાન રાજા 

અયોધ્યા
      અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર વિશાળ અને ભવ્ય મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ ખાતે ભૂમિપૂજન કર્યું છે. રામ રાજાની જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરતા રાષ્ટ્ર પ્રધાઓ ન રાજા શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામમંદિર આપણી સંસ્કૃતિની આધુનિકતાનું પ્રતીક બનશે.
     ઘણા વાદવિવાદો અને કાનૂની ગૂંચો બાદ અયોધ્યામાં આજે રામ જન્મભૂમિ મંદિરનું ખાતે મુહૂર્ત થયું છે. મર્યાદિત સંખ્યામાં આમંત્રિત સંતો મહન્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ વિધિ સંપન્ન થઈ હતી. આજે રામ રાજાની જન્મભૂમિ પર રાષ્ટ્ર પ્રધાન રાજા શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મંદિર શિલાન્યાસ થયો ત્યારે જાય શ્રી રામના જાય ઘોષ થતા રહ્યા હતા. 
     પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીંયા કરતા જણાવ્યું હતું કે, ભગવાન રામનું અસ્તિત્વ મિટાવવા કેટલાંક પ્રયાસો થયા હતા, પણ રામ આપણી સંસ્કૃતિનો પાયો બની રહેશે. તેમણે કહ્યું હતું કે, રામમંદિર આપણી સંસ્કૃતિની આધુનિકતાનું પ્રતીક બનશે. ભગવાન શ્રી રામ આપણી સતત આસ્થા, રાષ્ટ્રીય જુસ્સા અને સામૂહિક શક્તિનું પ્રતીક બનશે, જે આગામી પેઢીઓને પ્રેરિત કરશે. મંદિરના નિર્માણથી તમામ ક્ષેત્રો માટે કેટલીક તકો ઊભી થશે અને આ વિસ્તારનું અર્થતંત્ર બદલાશે.
      શ્રી મોદીએ આજનો દિવસ કરોડો રામભક્તોની સત્યમાં આસ્થા અને સંકલ્પનો પુરાવો છે. તેમણે દેશવાસીઓએ દર્શાવેલી મર્યાદા અને ગરિમાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગત વર્ષે આદરણીય સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો, ત્યારે દેશવાસીઓએ જે ગરિમા અને મર્યાદા દાખવી હતી એવી જ મર્યાદા અને ગરિમા આજે પણ જોવા મળે છે, 
      પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રભુ શ્રીરામના વિજયમાં ગરીબો, પછાતો, દલિતો, આદિવાસીઓ એમ સમાજના તમામ વર્ગોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ જ સમુદાય માટે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉઠાવ્યો હતો અને છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજની સ્થાપના આ વર્ગોની મદદથી કરી હતી. ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા સમાજનાં તમામ વર્ગને સાથે લીધો હતો. આ જ રીતે રામમંદિરનું નિર્માણ સામાન્ય નાગરિકોની મદદ અને પ્રદાન સાથે શરૂ થયું છે.
      પ્રધાનમંત્રીએ શ્રીરામના ચરિત્રની ખાસિયતોને યાદ કરીને કહ્યું હતું કે, ભગવાન શ્રીરામ હંમેશા સત્યને વળગી રહ્યાં હતાં અને તેમના શાસનનો પાયો સામાજિક સંવાદિતા હતો. શ્રીરામ પ્રજાવત્સલ રાજા હતા, તેઓ તેમની પ્રજાને સમાનપણે પ્રેમ કરતા હતા, છતાં તેમને ગરીબો અને જરૂરિયાતમંદો પર વિશેષ પ્રેમ અને કરુણા હતી. જીવનનું એક પણ પાસું એવું નથી, જેમાં તમને શ્રીરામના જીવનમાંથી પ્રેરણા ન મળે. આપણી સંસ્કૃતિ, ફિલોસોફી, વિશ્વાસ અને પરંપરાના કેટલાંક પાસાઓમાં શ્રીરામનો પ્રભાવ અચૂક જોવા મળે છે.
      વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અયોધ્યા પહોંચીને પહેલા હનુમાનગઢી મંદિર ખાતે પૂજા-અર્ચના કરી હતી અને મંદિરના ભૂમિપૂજન માટેની મંજૂરી પણ હનુમાનજી પાસેથી મેળવી હતી.
      વડાપ્રધાન લખનૌથી ત્રણ હેલિકોપ્ટરના કાફલા સાથે અયોધ્યા પહોંચ્યા હતા અને વિમાની મથકે રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. હનુમાનગઢી મંદિર ખાતે દર્શન બાદ વડાપ્રધાનએ ભૂમિપૂજન પહેલા રાત્રિના ફૂલોથી જે ચમકે છે તે ચમેલી તરીકે ઓળખાતા પારીજાતનું વૃક્ષારોપણ કર્યું હતું. બાદમાં રામમંદિર ગર્ભગૃહમાં જઇને ભૂમિપૂજન માટેની પ્રક્રિયા શરુ કરી હતી. 
      અયોધ્યામાં ભગવાન શ્રીરામ લંકા વિજય બાદ જે રીતે આ નગરીમાં પરત ફર્યા અને દિપાવલીનો ઉત્સવ મનાવાયો તેવા દ્રશ્યો રામનગરીમાં સર્જાયા છે. હજારો યાત્રાળુઓ શહેરના અનેક વિસ્તારોમાં ભગવા ઝંડા અને ભગવાન શ્રીરામના નારા સાથે ફરી રહ્યા છે. જો કે ભૂમિપૂજન સ્થળે મર્યાદિત લોકોને જ હાજરી આપવા માટે મંજૂરી અપાઈ હતી.
    વડાપ્રધાન સાથે સંઘના  વડા મોહન ભાગવત પણ આ ભૂમિપૂજનમાં હાજર હતા.તેઓએ પણ પ્રાસંગિક ઉદબોધન હતું.