related topics
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઈટડ સ્ટેટના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “યુએસના 45મા પ્રમુખ ચૂંટાવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન. આપના પ્રચાર દરમિયાન આપ ભારત સાથેની મિત્રતા અંગે જે બોલ્યા હતા તેને અમે બિરદાવીએ છીએ. અમે ભારત-યુએસના દ્વીપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર પહોંચાડવામાં આપની સાથે કાર્ય કરવા આતુર છીએ.”