ભારત ચીન સંયુક્ત સૈન્ય અભ્યાસ 'હેન્ડ ઈન હેન્ડ' પ્રારંભ થયો
ચીનના ચેન્ગડુ ખાતે આયોજન
દિલ્હી
આતંકવાદ સામે મુકાબલો કરવાના હેતુ સાથે ભારત અને ચીનનો સંયુક્ત સૈન્ય અભ્યાસ 'હેન્ડ ઈન હેન્ડ 2018' મંગળવારે ચીનના ચેન્ગડુ ખાતે શરુ થયો છે. આ આયોજન ઉદ્ઘાટનમાં બંને દેશના ઉચ્ચ લશ્કરી અધિકારી જોડાયા હતા.
સૈન્ય અભ્યાસ આ મહિને 10થી 23 તારીખ દરમિયાન થયેલ છે. ભારતીય સેનાએ તરફથી સિખલી ટુકડીઓ અને ચીન તરફથી તિબ્બટી ટુકડી આ અભ્યાસ માટે જોડાયેલી છે. ભારતીય ટુકડીનું નેતૃત્વ શ્રી પુનિત પ્રતાપસિંહ તોમર અને ચીની ટુકડીનું નેતૃત્વ ઝોઉ જૂન સાંભળી રહ્યા છે.
પ્રશિક્ષણ વરિષ્ઠ પ્રતિનિધિ શ્રી કુવંગ દેવાંગે બંને દેશોના કેટલાયે અધિકારીઓની ઉપસ્થિતિ સાથે કવાયત નિરીક્ષણ કર્યું.
સંયુક્ત સૈન્ય અભ્યાસ 'હેન્ડ ઈન હેન્ડ 2018' મંગળવારે ચીનના ચેન્ગડુ ખાતે પ્રારંભ થયો છે. જે અભ્યાસમાં અંદરૂની તેમજ બાહ્ય પ્રશિક્ષણ કાર્ય થશે. આ આયોજન ઉદ્ઘાટનમાં બંને દેશના ઉચ્ચ લશ્કરી અધિકારી જોડાયા હતા.
બંને દેશના સંબંધ બનાવી વધુ મજબૂત બનાવવા સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના નિર્દેશ મુજબ કોઈ પણ દેશમાં આતંકવાદ સામે મુકાબલો કરવાના હેતુ સાથે અભ્યાસ દરમિયાન સૈનિકોને પ્રશિક્ષિત કરાશે.