પ્રથમ વિશ્વયુદ્ધમાં વપરાયેલી જર્મનીની સબમરીન ફ્રાન્સના સમુદ્ર કિનારે દશ્યમાન થઈ
પેરિસ
1914ના વર્ષમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરુ થયેલું, જે દરમિયાન વપરાયેલી જર્મનીની સબમરીન યુ. સી.-61 ફ્રાન્સના સમુદ્ર કિનારે દશ્યમાન થઈ છે.
જર્મનીની યુ.સી.-61 સબમરીન જે પહેલા વિશ્વયુદ્ધમાં વપરાયેલી તેનો ભંગાર ઉત્તરી ફ્રાન્સના સમુદ્રકિનારે જોવા મળ્યો છે, આ વિગત બીબીસી દ્વારા જણાવાઈ છે. આ વિગત મુજબ અહીંના કેઈલે પાસે વિસેન્ટ સમુદ્ર કાંઠે આ સબમરીન બહાર દેખાઈ રહી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ 1914ના વર્ષમાં 28 જુલાઈના શરૂ થયું હતું, જે લગભગ 52 મહિના જેટલો સમય ચાલેલું અને લગભગ અડધી દુનિયાને તેની અસર થયેલી જેમાં લગભગ એક કરોડ જેટલા લોકો મોતમાં હોમાયા હતા તેમજ બે કરોડ ઈજાગ્રસ્ત થયા હતા..
આ વિશ્વયુદ્ધમાં આ સબમરીન ઉપયોગ થયો હતો. જે કેટલાય વર્ષો રેતીમાં ફસાયેલી રહી હતી. જે ભંગારની સ્થિતિમાં સમુદ્ર કિનારા પર નીકળેલી દેખાવા પામી છે.