કોરોના મહામારીમાં સેવારત રહેલા
તબીબો માટે ગૂગલ દ્વારા આજે તેમના મુખ્ય પટલ પર ખાસ આભાર અભિવાદન કરતું પ્રતિક
ઈશ્વરિયા
ગૂગલ દ્વારા આજે તેમના મુખ્ય પટલ પર કોરોના મહામારીમાં સેવારત રહેલા તબીબો માટે ખાસ આભાર અભિવાદન કરતું પ્રતિક (ડૂડલ) રજૂ થયું છે. આ સાથે તબીબોનો સંદેશો પણ મુકાયો છે.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે સતત રીતે દિવસ રાત દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહેલા તબીબો અને આરોગ્યકર્મીઓ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા, વંદન કરવા તેમજ આભાર વ્યક્ત કરવા આ ખાસ શિર્ષક પ્રતિક (ડૂડલ) બનાવાયું છે. વિશ્વભરમાં લાખો લોકોએ કોરોના બીમારીનો ભોગ બન્યા છે તેમજ મોટી સંખ્યામાં મોતનાં મુખમાં હોમાયા છે.
તબીબો માટેના આ ખાસ અભિવાદના ગૂગલના મુખ્ય પટલ પ્રતિક સાથેના શિર્ષક પર ક્લિક કરવાથી એક વિડિઓમાં તબીબો સાથે તમામ આરોગ્ય સેવા કર્મચારી પ્રત્યે આભાર અભિવાદન કરાયું છે.. આ મહામારી દરમિયાન સાવચેતી અને પોતાની નિયંત્રણ રીતરસમ પર ભાર મૂકાયો છે. તબીબો તમારા સારવારના કામમાં જ છે, તમે તમારા ઘર પર રહો તેમ પણ અનુરોધ કરાયેલો છે.