અમેરિકા - વેન્ટિલેટર દાન કરશે

મને ગર્વ થઇ રહ્યો છે કે અમેરિકા પોતાના મિત્ર ભારતને વેન્ટિલેટર દાન કરશે -  ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા.

નવી દિલ્હી 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને એ કહેતાં ગર્વ થઇ રહ્યો છે કે અમેરિકા પોતાના મિત્ર ભારતને વેન્ટિલેટર દાન કરશે. અમે આ મહામારી દરમિયાન ભારત અને પીએમ મોદી સાથે ઉભા છીએ. અમે રસીને વિકસિત કરવામાં પણ સહયોગ કરી રહ્યા છીએ. કુલ મળીને અમે આ જોઇ ન શકનાર દુશ્મનને હરાવી દઇશું. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા.

ટ્રમ્પે પણ કહ્યું કે આ વર્ષના અંત સુધી કોવિડ-19ની રસી વિકસિત થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે હું થોડા સમય પહેલાં ભારતથી પરત ફર્યો છું અને અમે ભારત સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમેરિકામાં ભારતીય મોટી સંખ્યામાં છે અને તમે જે લોકો વિશે વાત કરી રહ્યા છો તેમાંથી ઘણા લોકો રસી વિકસિત કરવામાં જોડાઇ ગયા છે. સારા વૈજ્ઞાનિક અને અનુસંધાનકર્તા. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા.

સમાચાર એજન્સી અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આશા વ્યક્ત કરી કે આ વર્ષના અંત સુધી અથવા તે પહેલાં કોરોના વાયરસની રસી બજારમાં ઉપલબ્ધ થઇ શકે છે.

ટ્રમ્પ દ્વારા વાયરસના મામલે વહિવટી તંત્રમાં નિયુક્ત કરવામાં આવેલા એક દવા કાર્યકારી મોનસેપ સ્લોઇએ કહ્યું કે અમારો પ્રયત્ન વર્ષ 2020ના અંત સુધી રસી તૈયાર કરવાનો છે. એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું કે તે રાજ્યોને આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાની સાથે તેને આગળ વધતાં જોવા માંગે છે.