“શેરિંગ & કેરિંગ” UAE ખાતે
ભાવનગરના યુવાનોનો આઈડિયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટોપ ૧૦માં સ્થાન
અન્નદાન કરનારા તેમજ ભૂખથી પીડિતજનો માટે આ વિચાર તેમજ એપ્લિકેશન આશીર્વાદરૂપ સાબિત થશે
ભાવનગર
UAE ખાતે યોજાયેલ વર્લ્ડ કોમ્પિટિશનમાં ભાવનગરના યુવાનોના આઈડિયા sharing and caring પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ પસંદ થયો હતો અને અગ્રીમ ૧૦ આઈડિયાઝમાં પોતાનું સ્થાન અંકિત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરના યુવાનો દ્વારા આ કોન્સેપ્ટને અમદાવાદની ગ્રંથ ક્રિએશન પ્રા. લિ. નામની બ્રાન્ડિંગ એજન્સી દ્વારા આકારિત કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગતો આપતા ગ્રંથ ક્રિએશન્સ તરફથી આશિષ ભલાણીએ જણાવ્યું હતું કે અમારી ટીમે વૈશ્વિકસ્તરે ભૂખમરાને દૂર કરવા શુ થઈ શકે તેનો વિચાર કરી લગભગ ૩ દિવસમા આ આઈડિયાને એક શેપ આપ્યો અને UAE મા યોજાયેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામમા ભાગ લીધો અને જેમા વિવિધ ૬૦ દેશોના 286 લોકોએ ભાગ લીધેલો. જેમા ૫૯ આઈડિયાને પેહલા રાઉન્ડમા શોર્ટ લીસ્ટ કર્યા. ત્યાર બાદ લગભગ ૧૫ અલગ અલગ મેન્ટર સાથે ઓનલાઇન ઇન્ટરવ્યૂ કરીને પોતાનુ સ્થાન ટોપ ૨૦માં મેળવ્યું. ત્યારબાદ, ૫ જજની પેનલ દ્વારા સિલેક્ટ થયેલા ૨૦ આઈડિયાને ૫-૫ મિનીટમાં સાબિત કરવાનો હતો. જેમાથી ભારતમાંથી એકમાત્ર " શેરિંગ & કેરિંગ" આઈડિયા સિલેક્ટ થયો. જે ભાવનગરની તથા રાષ્ટ્ર માટે ગર્વની બાબત કહી શકાય.આ કોરોનાના કેહેરે આપણને એટલું તો સમજાવી જ દીધું છે કે આપણી પ્રાથમિક જરૂરિયાતમાં ખોરાકનું મહત્વ શું છે.ત્યારે આ પ્રકારનો વિચાર જો સમાજમાં અમલમાં મુકાશે તો ખરા અર્થમાં જરૂરિયાતમંદ લોકોને મદદ મળશે.
આ આઈડિયા આવ્યો કઈ રીતે તે બાબતે આશિષ ભલાણીએ જણાવ્યું હતું કે જ્યારે અમે લોકોને જમાડવા જતા તે વખતે અમુક ચોક્કસ લોકોની ભૂખ સંતોષવાનો મોકો મળતો. તે જ સમયે બીજા સ્થળે, સીટી કે દેશમાં રહેલા ભૂખ્યા લોકોનું શું? તે વિચારે શેરિંગ & કેરિંગ આકારિત થયો.
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આશિષ ભલાણી, સચિન ગોંડલિયા તથા કેયુર પટેલ એ જાણ્યું કે હાલ જરૂરિયાતમંદ લોકોને જમાડવામાં જે સુવિધા ઉપલબ્ધ છે. જેમ કે, મિલાપ, કીટો, અક્ષયપાત્ર, કે ઇસ્કોન મોટા સ્કેલ પર કામ કરે છે. છતાં મર્યાદિત તો ખરા જ. ભૂખમરો એ સમગ્ર વિશ્વની સમસ્યા છે. WHO ૨૦૧૯ વર્લ્ડના રિપોર્ટ પ્રમાણે છેલ્લાં વર્ષમાં ૧.૩ બિલિયન ટન ફૂડ વેસ્ટ ગયું. જયારે બીજી બાજુ ૮૨૦ મિલિયન લોકો ભૂખમરામા જીવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા બનાવેલા ૧૭ SDGs (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ) જે ૨૦૩૦ સુધીમાં પૂરા કરવાના છે જેમાંનો એક ગોલ ભૂખમરાનો પણ છે.
શેરિંગ & કેરિંગ શું છે?
દુનિયાને કનેક્ટ કરવા ફેસબુક બન્યું અથવા લોકોની નાની મોટી સમસ્યાને સોલ્વ કરવા IT સોલ્યુશન બન્યા, પણ ફૂડના આ પ્રોબ્લેમ માટે હજી સુધી આવુ કોઈ સોલ્યુશન બન્યું નથી. ત્યારે આ સંશોધનમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી સંસ્થાનુ નામ પણ આવ્યું. જે દુનિયામાં આ ભૂખમરાના રાક્ષસને હણવા કામગીરી કરી રહી છે. છતાં તે પણ એક લિમિટથી વધુ કામ નથી કરી શકતી. આજે એક એવા પ્લેટફોર્મની જરૂર છે, જ્યાં લોકો જ લોકોની મદદ કરે.
આ એપ્લિકેશન કઈ રીતે કામ કેમ કરશે?
આ એપ્લિકેશનમાં રજિસ્ટર થઈને કોઈપણ દેશનો નાગરિક પોતાના ઘરથી એપ્લિકેશનમાં સરળતાથી અન્ન દાન કરીને કે વ્યક્તિગત અથવા NGOની મદદથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકશે. પોતાના ઘરનું બનેલુ ખાવાનું અથવા અનાજ કરિયાણુ આપી શકશે.
વૈશ્વિક સ્તરે આ કામને પહોંચાડવા માટે વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકોનો સંપર્ક યુવાનો દ્વારા શરૂ કરાયો છે. કોર્પોરેટ્સ પણ આગળ આવે તેમ જણાવી અપીલ કરાઈ હતી કે તમારાં સાથથી વિશ્વમાં એક નવી ક્રાતિ લાવી શકાશે. આથી, આવનાર તમામ કપરા સમય માટે આપણે તૈયાર રહીશું.