રવાન્ડામાં નરસંહાર - ફ્રાંસમાં ધરપકડ

ખ્રિસ્તીઓની  બે ધાર્મિક જાતિઓના સામૂહિક સંહારમાં 100 દિવસમાં જ 8 લાખ લોકો મરાયા હતા
રવાન્ડામાં નરસંહાર માટે ભંડોળ આપનાર અને દુનિયાના કુખ્યાત 
ફેલિસિયન કબુગાની આખરે ફ્રાંસમાં ધરપકડ 

પેરિસ
આશરે 2પ વર્ષ પહેલા રવાંડામાં ધર્મના નામે થયેલા નરસંહારથી આજે પણ જેના વિશે સાંભળીને આત્મા કકળી ઉઠે છે. વર્ષ 1994માં આફ્રિકાના રવાંડામાં ખ્રિસ્તીઓના જ  બે ધાર્મિક જાતિઓના સામૂહિક સંહારમાં 100 દિવસમાં જ 8 લાખ લોકો મરાયા હતા. આ માટે ભંડોળ આપનાર અને દુનિયાના કુખ્યાત કારોબારી ફેલિસિયન કબુગાની આખરે ફ્રાંસમાં ધરપકડ કરી લેવામાં આવી છે.

એક સમયે રવાંડાના સૌથી ધનવાન કારોબારી રહેલા 84 વર્ષીય ફેલિસિયનની નરસંહારના અઢી દાયકા બાદ પેરિસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. તે નકલી ઓળખ સાથે એક ફ્લેટમાં રહેતો હતો. હવે પેરિસ અપીલ કોર્ટ અને પછી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ હેગમાં તેને પેશ કરાશે. આફ્રિકાના આ મોસ્ટ વોન્ટેડ સામે સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અપરાધી ટ્રિબ્યુનલ ફોર રવાંડાએ 1997માં એ નરસંહાર અને તેમાં સાથ આપવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાએ પણ તેના માટે પ મિલિયન ડોલરનું ઈનામ જાહેર કરેલું હતું.

ભારે જઘન્ય એવા આ ધાર્મિક નરસંહારમાં ક્રીસ્તીઓની બે ધાર્મિક જાતિઓ 'તુત્સી' અને 'હુતુ' વચ્ચે નફરતની આંધી ફુંકાઈ હતી અને તેમાં 100 દિવસમાં જ 8 લાખ લોકો મરાયા હતા. આજે પણ આ બંને જાતિની પ્રજા પોતાના આ કૃત્યથી  સમસમી ઉઠે છે, એટલું જ નહિ પરંતુ ધાર્મિક જાતિવાદ સામે પણ નફરતથી જુએ છે અને સૌ પહેલા માનવતાને પ્રાધાન્ય આપવા  માંડ્યા છે, તેમના ધંધા વ્યવસાયના સ્થાને કે પ્રવૃત્તિમાં કોઈ પ્રકારના ધાર્મિક ઉપકરણોથી દૂર રહી પહેલા માણસ છીએ,  બાબતને ધ્યાનમાં રાખી રહ્યા છે. એટલું જ નહિ તેઓ કહે છે કે, ધર્મના કટ્ટરવાદે તો કેટલાય પરિવારો રહેંસાઈ ગયા છે, માટે એવા ધર્મ કરતા મનસાઈથી જીવીએ તે સાર્થકતા છે.

 આફ્રિકાના રવાન્ડા  રાજધાની કીગાલીમાં પણ આ નરસંહાર થયો હતો, ત્યાંના સ્મશાન કબ્રસ્તાનમાં સામુહિક રીતે ભોગગ્રસ્તોને દફનાવાયા છે. આ  સાથેના સ્મારકસ્થાનમાં પ્રદર્શિત તસવીરો કંપાવનારી છે. એકબીજા વિરોધીઓના મસ્તકો કાપી દડાની જેમ ઉછળતા જોવા મળે છે. 

આ નરસંહારના દોષિતની આટલા વષો બાદ હવે ધરપકડ થઈ છે.  84 વર્ષીય ફેલિસિયનની નરસંહારના અઢી દાયકા બાદ પેરિસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. આ કુખ્યાત શખ્સ સામે હવે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે તેમ સમજાય છે.