આલેખન : ચોથું વર્ષ બેઠું

સ્નેહીજનો......

દિવાળી પર્વોની શુભકામના...
નૂતન વર્ષના અભિનંદન...

આજે કાળીચૌદશના પર્વે ‘આલેખન’ વિજાણું પટલ પ્રારંભ થયાને ચોથું વર્ષ બેઠું. આજે  વર્ષગાંઠ છે, જેનો  હરખ હોય જ...ને.?!

સાંપ્રત પ્રવાહો સાથે આપણા આલેખનું સમાચાર લેખન 'આલેખન' 
www.alekhan.in દ્વારા સમાચાર અહેવાલ અને પ્રાસંગિક લેખ રચના વગેરે રજૂ થતું રહ્યું છે...  

ઋગ્વેદના મંત્ર आनो भद्राः क्रतवो यन्तु विश्वतः પ્રમાણે  અમોને દરેક દિશાઓથી શુભ વિચાર પ્રાપ્ત થાઓ...! આ ભાવના સાથે ‘આલેખન’ પ્રયત્નશીલ છે. સ્થાનિક તેમજ દેશ દુનિયામાં બની રહેલ પ્રસંગ ઘટના માટે અહીં સ્થાન અપાતું રહ્યું છે,  ઘણી બાબતો રજૂ કરવાની બાકી રહી જ છે...!
 

www.alekhan.in માટે વાચક-દર્શક સાથે વિજ્ઞાપન દાતા શુભેચ્છકોએ સહયોગ આપવાની ભાવનાથી પ્રોત્સાહન આપ્યાનો આનંદ છે..!
ત્રીજી વર્ષ-ગાંઠ અને ચોથું વર્ષ બેઠું, સમય ચાલતો રહ્યો છે, ચાલતો રહેવાનો...!આપ સૌના સહયોગની કાયમી અપેક્ષા, આપેલા સહયોગ માટે સૌના ખૂબ ખૂબ આભારની લાગણી... 


- મૂકેશકુમાર પંડિત
               સંપાદક

 
કાળીચૌદશ  શનિવાર  તા.26/10/2019