આલેખન : બે વર્ષ પુરા અને ત્રીજા વર્ષમાં...
સ્નેહીજનો......
દિવાળી પર્વોની શુભકામના...
નૂતન વર્ષના અભિનંદન...
‘આલેખન’ વિજાણું પટલ આજે કાળીચૌદશના પર્વે બે વર્ષ પુરા કરી અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. આ બીજી વર્ષગાંઠનો હરખ રહ્યો છે..!
આપણા આલેખનું સમાચાર લેખન 'આલેખન' www.alekhan.in દ્વારા સમાચાર અહેવાલ અને પ્રાસંગિક લેખ રચના રજુ કરી રહ્યા છીએ...
आनो भद्राः क्रतवो यन्तु विश्वतः ઋગ્વેદના મંત્ર પ્રમાણે અમોને દરેક દિશાઓથી શુભ વિચાર પ્રાપ્ત થાઓ...! આ ભાવના સાથે ‘આલેખન’ પ્રયત્નશીલ છે. સ્થાનિકથી દેશ દુનિયામાં ખુબ ખુબ પ્રસંગ ઘટના બની રહેલ છે, દરેક માટે સ્થાન આપી શકાયું નથી, જે ખામી જ છે... આમ છતાં હવે તે સમાવવા માટે શક્ય ધ્યાન અપાશે...
વાચક-દર્શક સાથે શુભેચ્છકોએ www.alekhan.in માટે પ્રોત્સાહક સહયોગ આપ્યો છે તેનો આનંદ છે..! બીજી વર્ષ-ગાંઠનો હરખ રહ્યો છે અને ખૂટતી વિગતોનો ખ્યાલ પણ છે જ...
વધુ સહયોગની અપેક્ષા સાથે સૌનો ખુબ આભાર..!.
- મૂકેશકુમાર પંડિત
સંપાદક
કાળીચૌદશ મંગળવાર તા.૬ / ૧ ૧ / ૨૦૧૮