સ્નેહીજનો......
દિવાળી પર્વોની શુભકામના અને નૂતન વર્ષના અભિનંદન...!
આપ સૌની શુભકામના સાથે ‘આલેખન’ વિજાણું પટલ આજે કાળીચૌદશના પર્વે બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે.!
આપણા આલેખનું સમાચાર લેખન એટલે www.alekhan.in દ્વારા સ્થાનિકથી લઇ વૈશ્વિક કક્ષા સુધીના સમાચાર અહેવાલ સાથે પ્રાસંગિક લેખ વગેરે રજુ થઇ રહેલ છે.
आनो भद्राः क्रतवो यन्तु विश्वतः ઋગ્વેદના મંત્ર ભાવાર્થ મુજબ અમોને દરેક દિશાઓથી શુભ વિચાર પ્રાપ્ત થાઓ...! આવી કામના રહેલી છે. આથી જ રચનાત્મક સમાચાર અહેવાલ માટે જ ‘આલેખન’ પ્રયત્નશીલ છે.
www.alekhan.in માટે વાંચકો-દર્શકો સાથે શુભેચ્છકોનો ભરપુર સહયોગ મળ્યો છે, પુરતી કડીઓનું ઉમેરણ કરતા રહીશું....
આપનો આભાર...!
આપના વધુ સહયોગની અપેક્ષા...!
- મૂકેશકુમાર પંડિત
સંપાદક
કાળીચૌદશ બુધવાર તા.૧૮ / ૧૦ / ૨૦૧૭