કોળિયાક મેળામાં પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાશે

ભાવનગર બુધવાર તા.28-08-2019
     ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા
કોળિયાક મેળામાં ભવ્ય પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાશે અહીંયા કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન સાથે વિવિધ અભિયાનો અંગે લોક જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરશે.આ અંગે ભાવનગર ખાતે મંગળવારે યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય,અમદાવાદના નાયબ નિયામક શ્રી નવલસંગ પરમારે  માહિતી આપી હતી. સ્થાનિક વિભાગીય કચેરી, જૂનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ પણ વિગતો આપી હતી. કોળિયાક ખાતેના મેળામાં ‘સ્પષ્ટ ઇરાદા નિર્ણાયક પગલાં’ થીમ સાથે મોદી 2.0 સરકારના 75 દિવસની કાર્ય સિદ્ધિ પર પ્રદર્શન યોજાશે.