જાળિયા : કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયા યજ્ઞમાં જોડાયા

જાળિયા મંગળવાર તા. 27-08-2019 

     જાળિયામાં ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ચાલતા યજ્ઞમાં જન્માષ્ટમી બાદ નવમીના દિવસે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન માંડવિયા જોડાયા હતા. તેઓએ આવા ઉપક્રમો દ્વારા જ સંસ્કૃતિ ટકી રહી હોવાનો ભાવ જણાવ્યો હતો. સરપંચ શ્રી નીતિનભાઈ માણિયાએ તેઓને આવકાર્ય હતા. આ યજ્ઞમાં અગ્રણી શ્રી પેથાભાઈ આહીર પણ સામેલ થયા. શ્રી મૂળજીભાઈ મિયાણી, શ્રી જગદીશભાઈ ઝાઝડિયા, શ્રી લાલજીભાઈ સોલંકી, લોકસાહિત્યકાર શ્રી રમણીકભાઇ ધાંધલિયા તેમજ કાર્યકર ભાવિકોએ દર્શન લાભ લીધો હતો.