જાળિયામાં મહાયાગ સાથે નેત્રયજ્ઞ યોજાયો

જાળિયા બુધવાર 21-08-2019 

     શિવકુંજ આશ્રમ -જાળિયામાં શ્રાવણ માસના મહાયાગ સાથે શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા નેત્રયજ્ઞ યોજાયો હતો. શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં તા. ૧૯ ના સવારે નેત્રયજ્ઞમાં નિદાન સારવાર કરવામાં આવેલ મોતીયો શસ્ત્રક્રિયા માટે દર્દીઓને રાજકોટ લઈ જવાયા હતા. શ્રી નીતિનભાઈ પંચોલીના સંકલન સાથે ઉપસરપંચ શ્રી અરવિંદભાઇ રાઠોડ, શ્રી વજુભાઈ તેજાણી અને સેવકો સાથે રહ્યા હતા.