related photo news
જાળિયા મંગળવાર તા.20-082019
જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં શ્રી વિશ્વાનંદમયી માતાજીની નિશ્રામાં પુરા શ્રાવણ મહિના દરમિયાન યજ્ઞો યોજાયા છે. અહીં વિવિધ યજ્ઞ સાથે સંત સત્સંગની જમાવટ થઈ રહી છે. ચલાળા દાન મહારાજ જગ્યાના મહંત શ્રી વલકુબાપુ, સણોસરા દાનેવ આશ્રમના મહંત શ્રી નિરૂબાપુ, મહામંડલેશ્વર શ્રી ગરીબરામજી મહારાજ તથા શ્રી ઓલિયાબાપુ ઉપરાંત નામી અનામી સંતો અને કથાકારો વિદ્વાનો અહીંયા યજ્ઞમાં આહુતિ અર્પણ કરી પૂજન વિધિ સાથે પ્રાસંગિક પ્રવચન સત્સંગ લાભ આપ્યો છે. શ્રી નંદલાલ જાણી સાથે આશ્રમના સેવકો શ્રી વજુભાઇ તેજાણી , શ્રી ચંદુભાઈ પંડ્યા, શ્રી દેવશીભાઇ મેર વગેરે આયોજનમાં રહ્યા છે.