ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવસેવા સંસ્થા માટે રૂપિયા 25 લાખ

ટીંબી સોમવાર તા.19-08-2019 
     ભાવનગર જિલ્લાની ગૌરવ રૂપ સેવા સારવાર સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવસેવા સંસ્થા - ટીંબી માટે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ રૂપિયા 25 લાખ ફાળવવાની સંમતિ આપી છે. તાજેતરમાં જ સંસ્થાના મંત્રી શ્રી બાબુભાઇ ( બી.એલ.) રાજપરા અને શ્રી જગદીશભાઈ ભિંગરાડિયાએ તેઓની મુલાકાત લીધી હતી.