દિલ્હીમાં જન શક્તિ જળ શક્તિ સંમેલન

દિલ્હી સોમવાર તા.19-08-2019
     જળ બિરાદરી દ્વારા જળ જન જોડો અભિયાનના ભાગરૂપે દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન ખાતે 5 ઓગષ્ટના જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંઘના નેતૃત્વ સાથે જન શક્તિ જળ શક્તિ સંમેલન યોજાઈ ગયું, જેમાં દેશમાં નદીઓના પ્રદુષણ સામે રાજ્ય સરકારો નીતિ નક્કી કરે તે સહીત વિવિધ ચર્ચા થઈ. અહીં દેશમાંથી 14 રાજ્યોના પ્રતિનિધિ ચળવળકારો જોડાયા હતા.