સિંહ દિવસ ઉજવણી માટે ભાવનગર ખાતે બેઠક

ઈશ્વરિયા ગુરુવાર તા.08-08-2019
     10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ઉજવણી માટે ભાવનગર જિલ્લાની સમિક્ષા હેતુ વન સંરક્ષક અધિકારી શ્રી સંદીપકુમારે સંયોજકો સાથે બેઠક યોજી હતી. ભાવનગર શહેરમાં એક વિશેષ કાર્યક્રમ આયોજન અંગે ગોઠવણ કરાઈ હતી. જિલ્લા સંયોજક શ્રી તખુભાઇ સાંડસુરે તમામ તાલુકાના ગામોને સાહિત્ય મળવા અંગે તાકીદ કરી હતી. વન વિભાગના શ્રી નિરવભાઈ  મક્વાણા, શ્રી અંકુરભાઈ વાઘેલા સહિત કર્મચારીઓ વિક્ટોરિયા ઉદ્યાનમાં બેઠકમાં રૂપરેખા  સાથ આપ્યો હતો.