ઈશ્વરિયા બુધવાર તા.07-08-02019
કથા જગતના સુપ્રસિદ્ધ આપણા શ્રી મોરારિબાપુની આવી તસવીર તમે ક્યારેય જોઈ નહિ હોય, ભવિષ્યમાં આવી સ્થિતિ કે પરિસ્થિતિમાં જોઈ પણ નહિ શકો... કોઈ બાળક સામે રમતા હોઈ તબીબી પરિક્ષણ કરાવતા હોઈ તો પણ... મહુવામાં કૈલાસ ગુરુકુળમાં જગદ્દગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં લેવાયેલી આ તસવીર છે. કોઈની પ્રતિક્ષા માટે પગથારે બેઠા હોય... અને કથામાં - કાર્યક્રમોમાં શ્રી મોરારિબાપુ તો કશુંક પામવા માટે પ્રતિક્ષા કરવી જ પડે, તેમ ભાર પૂર્વક કહે છે જ ને...! તુલસી જન્મોત્સવ કાર્યક્રમમાં સન્માન પામનાર મહાનુભાવ પ્રત્યે સન્માન આપવા, અગાઉ મંચ પર ન ચડી જવા, આમ તેઓની પ્રતિક્ષામાં પગથારે રહ્યા હતા... એટલે જ અહીં સત્ય, પ્રેમ અને કરૂણાની અનુભૂતિ થઈ રહી છે... વાહ પ્રતિક્ષા... વંદનીય પ્રતિક્ષા...!!!
તસવીર કથા : મૂકેશ પંડિત