વડોદરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રાહત કાર્ય

વડોદરા શુક્રવાર તા.02-08-2019
     ભારે વરસાદથી ફસાયેલા વડોદરામાં પહોંચવું કઠિન બન્યું છે. સમગ્ર શહેર અલગ અલગ ટાપુમાં હોય તેવી પરિસ્થતિ સર્જાઈ છે. ત્યારે આપતગ્રસ્તોની વ્હારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટુકડીઓ દ્વારા બચાવ અને રાહત કાર્ય શરૂ થઈ ગયું છે.