related photo news
ગાંધીનગર મંગળવાર તા.1-07-2019
ગુજરાતના રાજ્યપાલપદનો કાર્યકાળ પૂર્ણ કરતા શ્રી ઓમપ્રકાશ કોહલીને રાજ્ય સરકાર તરફથી ભાવભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રી કોહલીજીનો હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારને તેમનું વિવિધ સ્તરે તેમજ યોજનાઓમાં સતત પ્રેરણા-માર્ગદર્શન મળતું રહ્યું છે. રાજયપાલશ્રીએ એક સાચા પ્રશાસક અને સંવેદનશીલ શાસકભાવથી સૌનું માર્ગદર્શન કરીને બંધારણીય વડા તરીકેની ગરીમા ઉજાળી છે.