ચંદ્રયાન 2 : રાષ્ટ્ર આજે ઇતિહાસ રચશે

નવી દિલ્હી રવિવાર તા.14-07-2019
     વિશ્વ માંટે ધ્યાન ખેંચનાર અવકાશી સિદ્ધિ આજે ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકો હાંસલ કરવા જઈ રહ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (ઈસરો) મિશન ચંદ્રયાન 2 ચંદ્ર પર મોકલી રહેલ છે, જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ઉતરશે. અહીં આજ સુધી કોઈ વિશ્વ પહોંચ્યું નથી. સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટાથી આજે રાત્રે એટલે સોમવારે 2.51 કલાકે આ ચંદ્રયાન છોડવામાં આવશે, જે 54 દિવસે ચંદ્ર પર પહોંચશે. આ અભિયાનથી રાષ્ટ્ર આજે ઇતિહાસ રચશે.