ઈશ્વરિયાની શાળાઓમાં વિદ્યાર્થીઓને ભેટ

ઈશ્વરિયા શુક્રવાર તા. 12-07-2019 
     ઈશ્વરિયા ગામના વતની કાકડિયા પરિવાર દ્વારા ઈશ્વરિયાની બે શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ મળી છે. શ્રી અરવિંદભાઈ કુરજીભાઈ કાકડિયા દ્વારા વંદે માતરમ સેવા સંઘ અંતર્ગત આ ભેટ આપવામાં આવી છે. ઈશ્વરિયા શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ તથા ઈશ્વરપુર શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ રાઠોડે આભારની લાગણી વ્યક્ત કરી છે. ઈશ્વરીય કેળવણી મંડળના પ્રમુખ શ્રી વીરશંગભાઈ  સોલંકી અને કાર્યકર્તા  વિતરણમાં રહ્યા હતા.