related photo news
ઈશ્વરિયા ગુરૂવાર તા.11-07-2019
ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સંદર્ભે વિવિધ સાત કૌશલ્ય દ્વારા જાગૃતિ માટે સપ્તધારા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા છે. આ અભિગમમાં ભાવનગર સપ્તધારા ટુકડીના કાર્યથી રાજ્યના આરોગ્ય આયુક્ત શ્રી જયંતિ રવિ પ્રભાવિત થયા છે. અધિકારીઓ શ્રી સ્વેતાબેન દિવેટિયા, શ્રી પરેશભાઈ દવે, શ્રી પ્રકાશભાઈ વાઘેલા, સપ્તધારાના અધિકારી શ્રી વૈદ્ય , શ્રીજાની વગેરે સાથેની બેઠકમાં આ ટુકડીના શ્રી પ્રતિકભાઈ ઓઝા, શ્રી વિપુલભાઈ પરમાર, શ્રી ઉમેશભાઈ રમણા, શ્રી લીલાબેન પરમાર તથા શ્રી લક્ષ્મીબેન પરમાર સુંદર કૌશલ્ય સાથે રજુઆત કરાઈ હતી.