ગોલરામા ગામે વૃક્ષારોપણ કરાયું

ઈશ્વરિયા રવિવાર તા. 07-07-2019
     'મારુ ગામ હરિયાળું ગામ' કાર્યક્રમ તળે ગોલરામા ગામે આજે વતનપ્રેમી દાતાઓના સહયોગથી વૃક્ષારોપણ કરાયું હતું. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના શ્રી પેથાભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ મારુ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી કિશોરભાઈ ચાવડા, સરપંચ શ્રી ધનજીભાઈ લુખી વગેરે જોડાયા હતા.