related photo news
કુંઢેલી રવિવાર તા. 07-07-2019
રાજસ્થાનના જોધપુરના વડેરા પરિવાર દ્વારા તળાજા પંથકની શાળાઓમાં વિદ્યાર્થીઓને વસ્ત્રદાન કરાયું છે. દાતા સુમિત્રાદેવી તથા સોહનલાલ વડેરા દ્વારા બેલા ગામે ડાંખરા વિદ્યાલય, ફુલસર, પાવઠી વ્રજ વિદ્યાલય, તળાજાની દીનદયાલ નગર પ્રાથમિક શાળા તથા દકાના શાળાના બાળકોને ભેટ મળી હતી. આ કાર્ય સંકલનમાં શ્રી લક્ષ્મણભાઇ કામળિયા વગેરે રહ્યા હતા.