સણોસરામાં મચ્છર સામે જાગૃતિ નાટક

સણોસરા શનિવાર તા.06-07-2019
     સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંકલન સાથે મચ્છર સામે જાગૃતિ નાટકનું આયોજન થઈ ગયું. અહીં સાકરિયા પ્રાથમિક શાળામાં 'સપ્તધારા' ટુકડી દ્વારા 'ચાલો મચ્છર જન્ય રોગથી બચીયે' નાટક દ્વારા જાગૃતિ સંદેશ અપાયો. તબીબી અધિકારી શ્રી હિતાંશીબેન પટેલ. શ્રી હેતલબેન માવાણી, તાલુકા આરોગ્ય નિરીક્ષક શ્રી અનિલભાઈ પંડિત, શ્રી રામદેવસિંહ ચુડાસમા સાથે શ્રી ચેતનભાઈ પરમાર, શ્રી માર્કંડભાઈ જોશી, શ્રી વિજયભાઈ ચારણિયા, શ્રી શિલ્પાબેન પરમાર, શ્રી રેખાબેન દવે, શ્રી ઉષાબેન ઉમરાળિયા, શ્રી હંસાબેન ચૌહાણ, શ્રી નયનાબેન ગૌસ્વામી, શ્રી હર્ષાબેન ગોહિલ સાથે શાળાના આચાર્ય શ્રી રમિલાબેન બારૈયા જોડાયા હતા.