related photo news
ટીંબી ગુરુવાર તા.04-07-2019
સિંહોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ટીંબી ખાતે સુપ્રસિદ્ધ સેવા સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાના માટે રૂપિયા 51,000 દાન અર્પણ કરાયું છે. આ પ્રસંગની તસવીરમાં ભાવનગર જિલ્લા સહકારી બેન્ક અધ્યક્ષ શ્રી નાનુભાઈ વાઘાણી, ભાવનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ શ્રી જીવરાજભાઈ ગોધાણી, સિહોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ શ્રી વિઠ્ઠલભાઈ વાઘાણીના હસ્તે દાન સ્વીકારતા સંસ્થાના મંત્રી શ્રી બાબુભાઇ (બી.એલ.) રાજપરા દશ્યમાન છે.