related photo news
ઇશ્વરિયા શનિવાર તા. ૨૨-૦૬-૨૦૧૯
ગારિયાધાર પાસે સુખપર ગામે રબારી સમાજ સેવા સંસ્થા દ્વારા ચાલતા પશુવાડામાં શ્રી મોરારિબાપુએ ગઈકાલ શુક્રવારે અગિયારમાં દિવસે ઓચિંતા જ મુલાકાત લીધી અને ચિત્રકુટધામ તલગાજરડા તરફથી પ્રસાદી રૂપે રૂપિયા ૨૫,૦૦૦ ભેટ આપ્યા હતા. અહીંયા શ્રી મેહુરભાઈ લવતુકાના માર્ગદર્શન સાથે શ્રી ભગવાનભાઇ મકવાણાના સંકલન સાથે ગયા સપ્તાહથી શરૂ કરાયેલા પશુંવાડામાં ગાયો માટે સુંદર નિભાવ કાર્ય થઈ રહ્યું છે.