ભાવનગર તા.15-06-2019
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ભાજપના ઐતિહાસિક વિજય બાદ પ્રથમવાર ભાવનગર આવતાં ભાવેણાનું ગૌરવ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીનો ભવ્ય સન્માન - અભિવાદન સમારોહ ભાવનગર શહેર ભાજપ સહિત સામાજીક - શૈક્ષણિક સંસ્થાઓ તથા ભાવનગર નાગરિક સમિતિ હેઠળના વિવિધ વેપારી એસોસીયેશનો, સાધુ-સંતો, સામાજિક શ્રેષ્ઠીઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભાવનગર ખાતે આવેલ ઇસ્કોન ક્લબ ખાતે આજ સવારે યોજાયો હતો. રાજ્યના કેબીનેટ મંત્રી તથા ભાવનગર જીલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સાંસદ શ્રીમતી ભારતીબેન શીયાળ, ભાવનગર જીલ્લા મહાનગરના પ્રભારીશ્રી મહેશભાઇ કસવાલા, પ્રદેશ અગ્રણીશ્રીઓ, સંતો-મહંતો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા સ્થાનિક આગેવાનશ્રીઓએ ઉપસ્થિત રહી શ્રી જીતુભાઇ વાઘાણીનું સન્માન-અભિવાદન કર્યુ હતુ. સવારે રાસમંડળીઓ - નૃત્યકલાકારોએ ઢોલ-નગારા-ત્રાંસા તથા સાંસ્કૃતિક નૃત્ય-ગાન સાથે આભારદર્શન રેલી યોજાઇ હતી, જે જશોદાનગરથી પ્રારંભ થઇ શહીદ ભગતસિંહ ચોક, ગંગાજળીયા તળાવ, મોતીબાગ, કુંભારવાડા, શાસ્ત્રીનગર, સરીતા, બોરતળાવ, ગૌમતેશ્વરનગર થઇ મસ્તરામબાપા મંદિર ખાતે સમાપન થયુ હતુ.