related photo news
ઈશ્વરિયા શુક્રવાર તા.14-06-2019
સરકાર દ્વાર છેવાડાની વ્યક્તિ સુધી બેંક સુવિધા સરળતાથી પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો રહ્યા છે. આ સંદર્ભે ભાવનગરમાં એચ.ડી.એફ.સી. બેંક દ્વારા ગત સોમવાર તા.10ના કાર્યશાળા યોજાઈ ગઈ. જન સુવિધા કેન્દ્રના જિલ્લા પ્રબંધક શ્રી વિરમદેવસિંહ ગોહિલ, શ્રી કૃષ્ણકુમારસિંહ ગોહિલ સાથે શ્રી નિલેશભાઈ ગઢવાણા દ્વારા માર્ગદર્શન આપવાંમાં આવ્યું હતું. એચ.ડી.એફ.સી. બેકના પ્રતિનિધિઓ દ્વારા વિગતો અપાઈ હતી.