શ્રી મનસુખભાઇ માંડવિયા માટે નવું નથી.

નવી દિલ્હી, શુક્રવાર 31-05-2019
     પાલિતાણાના વતની અને કેન્દ્ર સરકારમાં રાજ્યસભાના સભ્ય શ્રી મનસુખભાઇ માંડવિયા ફરીથી કેન્દ્રીય મંત્રી બન્યા છે, તેમને વહાણવટા સાથે રસાયણ અને ખાતર ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રી માંડવિયા ગુરુવાર બપોર બાદ રાષ્ટ્રપતિ ભવન શપથ વિધિ માટે સાયકલ પર ગયા, જે તેમના માટે નવું નથી. પાલિતાણા પંથકના સામાન્ય કાર્યકર, તાલુકા - જિલ્લા કક્ષા ભારતીય જનતા આગેવાન તથા ગુજરાત સરકારમાં ધારાસભ્ય અને હવે ભારત સરકારમાં પહોંચ્યા છે, બીજી વાર કેન્દ્રીય પ્રધાન બન્યા છે... કાયમ પર્યાવરણ અને સામાજિક ચેતના માટે વિવિધ યાત્રા અને આયોજનો માટે કાર્યરત રહ્યા છે.