related photo news
જાળિયા
જાળિયા ( તા.ઉમરાળા) ગત સોમવાર તા.6ના દિવસે શિવાલય નવનિર્માણ માટે શિલાપૂજન યજ્ઞ વિધિ યોજાઇ ગઈ. અહીંના જાળેશ્વર મહાદેવની સ્થાપનાને એક સૌથી વધુ વર્ષો થયા હોઈ હવે ખાસ બંસી પહાડ પથ્થરમાંથી શિવાલય નિર્માણ થઈ રહેલ છે. સરપંચ શ્રી નીતિનભાઈ માણિયાના સંકલન સાથે જાળિયા તથા સુરત સમિતિના આયોજનથી આ શિવાલયનું સુંદર નવનિર્માણ થઈ રહ્યું છે. અગાઉ આ શિવાલયના જિર્ણોદ્ધાર કરાયા હતા.