related photo news
ઈશ્વરિયા બુધવાર તા.15-05-2019
પૃથ્વી પર રંગ રંગના અને વિવિધ ઢંગ - આકારના પ્રાણીઓ વસે છે. શરીર પર સફેદ - કાળા પટ્ટા ધરાવતા આ ઝિબ્રા પ્રાણી આપણે પ્રવાસમાં પ્રાણી સંગ્રહાલયમાં નિહાળ્યા હોય છે. આફ્રિકાના રવાંડા દેશની સરહદે વિશાલ અકાગેરા ઉદ્યાનમાં જિરાફ, હાથી, જંગલી ભેંસ, વિવિધ પ્રકારના હરણ, વાનર, મગર, હિપોપોટેમસ, ચિત્તા તેમજ જાત - જાતના પક્ષીઓ રહેલા છે. સરોવર, પહાડી તેમજ મેદાનો ધરાવતા આ અકાગેરા ઉદ્યાનમાં ટોળાંઓમાં ઝિબ્રા રહેલા છે. આફ્રિકાના આ જંગલમાં ઝિબ્રા સાથે અન્ય પ્રાણી - પક્ષી નિહાળવા દુનિયાભરના પ્રવાસીઓ આવે છે.
તસવીર : મૂકેશ પંડિત