related photo news
ઈશ્વરિયા, ગુરુવાર તા. 02-05-2019
વિશ્વના સુંદર સ્વચ્છ નગરોમાં સ્થાન છે, કિગાલી શહેરનું... આફ્રિકાના રવાન્ડા દેશની રાજધાની કિગાલી. સ્વચ્છતા રાખવા કે ગંદકી ન કરવા માટે કોઈ જગ્યાએ સૂચના કે કોઈ જાહેરાતના પાટિયા લગાવાયા નથી. ચોખ્ખાઈ રાખવી તે નગરજનો માટે સ્વાભાવિક બની ગયું છે. જાહેરમાર્ગ કે બજારમાં કચરાનું કોઈ તણખલું નથી. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને ટેકરીઓ પર સ્વચ્છ સુંદર કિગાલી નગરમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથામાં ભારતીય શ્રોતાઓને રામકથા સાથે અહીંની સ્વચ્છ પ્રથા પણ સ્પર્શી ગઈ.