related photo news
ઈશ્વરિયા ગુરુવાર તા. 02-05-2019
કેવો તાપ પડે છે? હજુ વધુ પડવાનો છે! આકાશમાંથી સૂરજના આકરા તાપને હળવા કરનાર ઝાડવા હવે કપાવા માંડ્યા છે પરિણામે પૃથ્વી પર આ તાપને ટાઢો પાડવા માટે શું? ઝાડ નથી, વરસાદ નથી, નદી નથી, તળાવ નથી... ઠંડક હવે રહી નથી. આ દ્દશ્ય જૂઓ... જોવાથી જ ટાઢયક મળે છે ને? ભાવનગરથી મહુવાનો આ માર્ગ આમ ઝાડવાથી ઢંકાયેલો હતો. ગમે તેવું છે ને...? પણ નથી...! એક તરફ વૃક્ષો કાપીને રસ્તો પહોળો કરવાનું કામ થતું નથી, બંને બાજુ ઝાડવાનો સોથ બોલી દેવાયો છે. રસ્તા પહોળા થયા છે પણ સૌંદર્ય કે ઠંડક નથી...!