related photo news
ઈશ્વરિયાં રવિવાર તા.24-03-2019
આંબલાપાસે શ્રી વાંકિયા હનુમાનજીની પ્રસિદ્ધ જગ્યામાં શ્રી રામકીશોરદાસજીબાપુની પૂણ્યતિથિ પ્રસંગે ધર્મોત્સવ યોજાઈ ગયો. શનિવારે સવારે પૂજન વિધિ, સંતસભા તથા સાંજે લોકડાયરો યોજાયેલ. સંતસભામાં મહંત શ્રી રઘુનંદનબાપુના સાનિધ્યમાં શ્રી સ્વરૂપાનંદ સ્વામી, શ્રી આત્માનંદજી મહારાજ, શ્રી રમજુબાપુ, શ્રી રામચંદ્રદાસજી મહારાજ, શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ, શ્રી મહંતબાપુ, શ્રી નિરૂબાપુ તથા શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી વગેરેનો લાભ મળ્યો હતો. અહીં યજ્ઞ પણ યોજાયો હતો.