related photo news
સિહોર રવિવાર તા.24-03-2019
સંકલિત બાળ વિકાસ યોજના સિહોર ઘટક દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. આ સાથે મહિલા દિવસ પ્રસંગે મહિલા સશક્તિકરણ સંદર્ભે નાટક, વાનગી પ્રદર્શન, ભજનગાન, વ્યસનમુક્તિ પરિસંવાદ સાથે બેટી બચાઓ - બેટી પઢાઓ કાર્યક્રમો યોજાયા હતા. સંકલિત બાળ વિકાસ યોજના જિલ્લા કચેરીના યોજના અધિકારી શ્રી કાંતાબેન પરમારની મુખ્ય ઉપસ્થિતિમાં ઘટક અધિકારી શ્રી વસંતબેન દવે, કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિત વગેરે દ્વારા પ્રાસંગિક પ્રાસંગિક ઉદબોધનો થયા. કચેરીમાં સુશોભન માટે આયોજન થયેલ. સિહોર કચેરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.