બોટાદ મંગળવાર તા.19 - 02 - 2019
બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું અસરકારક અમલીકરણ થાય અને જિલ્લાના લાભાર્થી એકપણ ખેડૂત ખાતેદાર આ યોજનાથી વંચિત રહી ન જાય તે માટે બોટાદ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે આજે બોટાદ જિલ્લાના હડદડ અને કાનિયાડ ગામની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓનલાઈન એન્ટ્રીની કામગીરીથી માહિતગાર થઈ આ કામગીરીમાં ઝડપ આવે અને એકપણ લાભાર્થી ખેડૂત ખાતેદાર આ યોજનાના લાભથી વંચિત રહી ન જાય તેવું આયોજનબધ્ધ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ મુલાકાત દરમિયાન મામલતદારશ્રી ચૌહાણ,જિલ્લા માહિતી અધિકારીશ્રી દવે, નાયબ મામલતદારશ્રી અલકેશ ભટ્ટ,ગામના તલાટી – સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.