મહુવા ખાતે "સંગીતની દુનિયા"ના આંગણે શનિવારે અવસર હતો. મોરારિબાપુની કથામાં વાવડિયા પરિવાર સેવા આપે છે.આમ તો ચાંદલા પ્રથા બંધ હતી પણ હજારો લોકોના સ્નેહસંબંધને કારણે સગા અને સ્નેહીઓએ આગ્રહપૂર્વક ચાંદલો કર્યો. બાપુની પ્રેરણાથી વાવડિયા પરિવારે લાખોમાં આવેલી આ ચાંદલાની રકમ તાજેતરમાં વીર શહીદ જવાનોના ભંડોળમાં દાન કરવામાં આવી.વંદન વાવડિયા પરિવારને....નિલેશ વાવડિયાના સુપુત્ર દેવર્ષીના લગ્ન નિમિત્તે ગાયિકા જહાનવી શ્રીમાનકરે પ્રસ્તુતિ કરી . કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, સાંઇરામ દવે, ડૉ. અંકિત ત્રિવેદી વગેરે જેવા ગુજરાત દિગ્ગજ કલાકારોની સહોપસ્થિતિ... કાર્યક્રમનું સંચાલન હરદ્વાર ગોસ્વામીએ કર્યું . બાપુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આવનાર વધુનું નામ 'ઘ્વનિ' છે એટલે 'સંગીતની દુનિયા'માં એનું એકત્વ સધાય એ સ્વાભાવિક છે... મોરારિબાપુ બાપુ મંગલાષ્ટક ઉચ્ચારે એટલે સુખી દામ્પત્યનો સિક્કો... મોરારિબાપુની કથામાં વાવડિયા પરિવાર સેવા આપે છે.