કેન્દ્રિય પંચાયતીરાજ રાજ્યપ્રધાન સાથે મુલાકાત

નવીદિલ્હી,શુક્રવાર તા.૦૯/૧૨/૨૦૧૬
નવીદિલ્હી ખાતે યોજાયેલ પંચાયતીરાજ ક્ષમતા નિર્માણ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રિય પંચાયતીરાજ રાજ્યપ્રધાન શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા સાથે ઈશ્વરિયા(ભાવનગર) સરપંચ શ્રી મૂકેશકુમાર પંડિત અને સમાગોગા(કચ્છ) સરપંચ શ્રી વિજયસિંહ જાડેજા તથા અન્યોએ શુભેચ્છા મુલાકાત ગોઠવી હતી.ગુજરાત ભવનમાં આ બેઠક દરમિયાન ગ્રામવિકાસ માટે પંચાયતીરાજ વ્યવસ્થા અંતર્ગત ખૂબ તકો રહેલી હોવા અંગે પ્રાસંગિક ચર્ચા થઇ હતી.