related photo news
નવી દિલ્લી
ભારત અને ઉઝબેકિસ્તાન બંને દેશો વચ્ચે તારીખ ૧લી ઓક્ટોબર-૨૦૧૮નાં રોજ મહત્વનાં બે જુદા-જુદા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આ કરાર પર ભારત તરફેથી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ તથા ઉઝબેકિસ્તાન તરફથી તેના સ્વાસ્થ્ય મંત્રી શ્રી અલીશર શદમનોવ તરફથી હસ્તાક્ષર કરવામાં આવેલ છે. ભારતનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાન ગણરાજ્યનાં રાષ્ટ્રપતિ શ્રી શાવકાત મીર્ઝીયોયેવ ની ઉપસ્થિતિમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેનો એક ત્રિપક્ષીય અને એક દ્વિપક્ષીય એમ કુલ બે એમઓયુ પર સહી કરવામાં આવી.